



પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : ગાંધીના નામે ગુજરાતમા દારૂબંધી જોવા મળી રહી છે પરંતુ ગાંધીના ગામમા દારૂની રેલછેલ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધુળેટીના પર્વના બીજા દિવસે ચોપાટી ખાતેથી વિદેશી દારૂની ખાલી બોટલનો મોટો જથ્થો મળી આવતા પોરબંદર પોલીસની કામગીરીને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારૂની ભેરલી બોટલ નહિં પરંતુ ખાલી બોટલને લઈ પોલીસ ધંધે લાર્ગી હતી પોરબંદરવાસીઓએ ધુળેટીના પર્વની ઉજવાણી ઉત્સાહ સાથે કરી હતી આ પર્વના બીજા દિવસે ચોપાટી ખાતેના દરિયા કિનારે વિદેશી દારૂની ખાલી બોટલનો ઢગલો જોવા મળ્યો હતો આ બનાવ અંગેના સમાચાર મિડીયામા પ્રસારીત થતાની સાથે જ પોલીસ હરકતમા આવી હતી અને ખાલી બોટલ કબ્જે કરી અને તપાસ શરૂ કરી છે. ધુળેટીના પર્વમા વિદેશી દારૂનીં હેરફેરી કરનાર શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરી હતી તેમ છતા ધુળેટીના પર્વમા દારૂની મહેફીલ થઇ હોય તેમ ધુળેટીના પર્વના બીજા દિવસે ચોપાટી ખાતેથી દારૂની ખાલી બોટલ મળી આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે ચોપાટી ખાતે જ દારૂની મહેફીલ જામી હતી કે અન્ય કોઈ સ્થળે પાર્ટી કરી અને બોટલો ચોપાટી ખાતે ફૈકી દેવામા આવી હતી તેને લઈ અને ચર્ચાઓ જોવા મળી રહી છે.પોરબંદર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.જોકે ખાલી બોટલના મુદે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.જેને પગલે ખાલી બોટલ દરિયા કિનારે ફેંકી જનારની ચિંતિત બન્યા છે. હાલતો દારૂની ખાલી બોટલ ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya