પાટણના માલસુંદ ગામે સંત મિલન, ગૌ ભક્તિ મહોત્સવના આયોજકોનું સન્માન
પાટણ, 05 માર્ચ (હિ.સ.) : હારીજ તાલુકાના માલસુંદ ગામે બુધવારે સંત મિલન કાર્યક્રમ યોજાયો હતો. માલસુંદ ગામના અગ્રણી નરેશભાઈ જોષીના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રકાશાનંદજી મહારાજ દ્વારા
માલસુંદ ગામે સંત મિલન, ગૌ ભક્તિ મહોત્સવના આયોજકોનું સન્માન


પાટણ, 05 માર્ચ (હિ.સ.) : હારીજ તાલુકાના માલસુંદ ગામે બુધવારે સંત મિલન કાર્યક્રમ યોજાયો હતો. માલસુંદ ગામના અગ્રણી નરેશભાઈ જોષીના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રકાશાનંદજી મહારાજ દ્વારા અનાવાડા ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષી, મુખ્ય યજમાન ચેતનભાઈ વ્યાસ તેમજ અન્ય કાર્યકરોને સાલ ઓઢાડી અને રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અડિયા દુધેશ્વર મહાદેવના મહંત ગજાનંદ ગીરીજી મહારાજ, અનાવાડા ગૌશાળાના મુકુન્દ પ્રકાશજી મહારાજ, કચ્છના આદિપુર પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશાનંદજી મહારાજ અને યુવા સંન્યાસી ધિરેનસ્વરૂપજી મહારાજ સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.

સંતોએ સનાતન ધર્મની રક્ષા માટે લોકજાગૃતિની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી અને ગૌભક્તિના કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે અનેક સામાજિક અને ધાર્મિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande