પોરબંદર તાલુકામાં મોઢવાડા ખાતે 7 માર્ચે સેવાસેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાશે
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે સરકારની તમામ વિકાસલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે. આ હેતુસર વિવિધ કાર્યક્રમો અને લોકહિતકારી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. તે અન્વયે પોર
પોરબંદર તાલુકામાં મોઢવાડા ખાતે 7 માર્ચે સેવાસેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાશે


પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે સરકારની તમામ વિકાસલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે. આ હેતુસર વિવિધ કાર્યક્રમો અને લોકહિતકારી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.

તે અન્વયે પોરબંદર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ તા.07/03/2026 (શનિવાર) ના રોજ પ્રાથમિક શાળા, મોઢવાડા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મોઢવાડા ઉપરાંત કેશવ, વડાળા, આંબારામા, કિંદરખેડા, બગવદર, વાછોડા, ભારવાડા, બેરણ અને સીમાણી ગામોના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પોતાના ઘરઆંગણે જ વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા, ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય, વૃદ્ધ સહાય યોજના, આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં સુધારા, ચૂંટણી કાર્ડમાં સુધારા સહિત અન્ય વિવિધ સેવાઓનો લાભ વિના મૂલ્યે આપવામાં આવશે.

વધુમાં, સેવાસેતુ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓનું નિદાન કરી જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

તેથી તા.07/03/2026 ના રોજ મોઢવાડા ગામ ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં મોઢવાડા તથા કેશવ, વડાળા, આંબારામા, કિંદરખેડા, બગવદર, વાછોડા, ભારવાડા, બેરણ અને સીમાણી ગામોના ગ્રામજનોને સરકારની વિવિધ સેવાઓ અને તબીબી સુવિધાઓનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande