પોરબંદરના ગ્રામ્ય પંથકમાં વિવિધ પરંપરા મુજબ ધુળેટીના પર્વની ઉજવણી કરાય.
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા ધુળેટીના પર્વની ઉજવણી ઉમંગભેર કરવામા આવી હતી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા ધુળેટીના પર્વમા વર્ષો જુની પરંપરાઓ આજે પણ જોવા મળે છે. પોરબંદરના બરડા અને ઘેડના કેટલાક ગામોમા પાણા-છાણાની રમત રમવ
પોરબંદરના ગ્રામ્ય પંથકમાં વિવિધ પરંપરા મુજબ ધુળેટીના પર્વની ઉજવણી કરાય.

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં વિવિધ પરંપરા મુજબ ધુળેટીના પર્વની ઉજવણી કરાય.

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં વિવિધ પરંપરા મુજબ ધુળેટીના પર્વની ઉજવણી કરાય.

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં વિવિધ પરંપરા મુજબ ધુળેટીના પર્વની ઉજવણી કરાય.

પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા ધુળેટીના પર્વની ઉજવણી ઉમંગભેર કરવામા આવી હતી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા ધુળેટીના પર્વમા વર્ષો જુની પરંપરાઓ આજે પણ જોવા મળે છે.

પોરબંદરના બરડા અને ઘેડના કેટલાક ગામોમા પાણા-છાણાની રમત રમવામા આવે છે.જેમા બે ગૃપ બનાવી અને એકબીજા પર છાણા મારવામા આવે છે. તમેજ કડછ ગામે આંટીની રમત રમવામા આવે છે.

સફેદ કલરના કપડાની પાણીમાં બોળી અને આંટી વાળવામા આવે છે. ત્યાર બાદ ગુપ બનાવી અને એક બીજાને મારવામા આવે છે.આ પ્રકારની રમત રમવા માટે મોટી સંખ્યામા ગ્રામજનો જોડાયા છે. તો બખરલા, બખીરા અને દેગામ સહિતના ગામોમા ત્રણ પડવાની ઉજવણી કરવામા આવે છે.જેમા મહેર સમાજના બહેનો પરંપરાગત પહેરવેશ સાથે રાસડા રમે છે તો ભાઈઓ પણ પરંપરાગત પહેરવેશ સાથે ઢોલ -શરણાઈ સાથે મણીયારા રાસની રમઝડ બોલાવે છે પોરબંદર જીલ્લામા આજના અધુનિક યુગમા પણ ધુળેટીના પર્વમા વર્ષો જુની પરંપરાઓ જોવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande