





પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીની મોર પીંછ થી 25 વાનાની લગ્ન કંકોત્રી લખાવામાં આવી હતી. માધવપુરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણના નિજ મંદિરે ભગવાનને વણર્ણાગી વર્ણાગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂર સાથે મુખ્ય બજારમાં થઇ મધુવનમાં આવેલ રૂક્ષ્મણીજીના પિયર પહોંચી, પરંપરા મુજબ મોરપીંછથી ભગવાન શ્રી કૃષ્ણની લગ્નની કંકોત્રી લખાઇ હતી આગામી 27 માર્ચથી 31 માર્ચ સુધી ભગવાનનો વિવાહ પ્રસંગ યોજાશે
માધવપુરમાં વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી ચૈત્રમાસમાં કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાન શ્રી કૃષ્ણનાં લગ્નોત્સવનો પ્રારંભ થાય છે. ત્રણ દિવસ સુધી માધવરાય મંદિરેથી ભગવાનની વરણાંગી નિકળે છે. બારસનાં દિવસે ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કડછ ગામનાં લોકો મામેરૂ લઈ અને માધવરાયના મંદિરે પહોંચે છે. અને સાંજે નીજ મંદિરેથી ઠાકોરજીની જાન નિકળે છે. ઠાકોરજીનું સ્વરૂપે જયારે માધવરાય નીજ મંદિરેથી બહાર નિકળે છે. ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવે છે.ધુળેટીના દિવસે ભગવાનની લગ્ન કંકોત્રી લખાય હતી.
સૌપ્રથમ માધવપુરમાં જયા ભગવાન માધરાય તરીકે બિરાજે તે નિજ મંદિરેથી સાજના સમયે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂર સાથે મુખ્ય બજારમા થઈ મધુવનમાં પહોચે છે.રૂક્ષ્મણીજીના પિયરે પહોંચતા પહેલા ચોરીમાયરા પાસે આવેલા રાયણના ઝાડ ઉપર શ્રીકૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા.ભક્તો ઠાકોરજી સાથે ફુલડોલ રમવાનો અને ઝુલાવવાનો લાભ મળ્યો હતો. ફૂલડોલ એટલે સર્વે ભાવિક-બહેનો શ્રી કૃષ્ણ પ્રભુને અબીલ ગુલાલ લગાવી તેમની સાથે હોળી રમીયા હતા.
ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુની વર્ણાગી રૂક્ષ્મણી માતાના પિયરે પહોંચી હતી. ત્યા જુની પરંપરા મુજબ વિધિવત રીતે મોરપીંછ કંકોત્રી લખાવામાં આવી હતી.બહેનોએ કંકોત્રીના ગીતો ગાયા હતા.ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુ નીજ મંદિરે પધાર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya