
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : દરિયામા માછીમારી કરતી વેળા અકસ્માતે દરિયામા પડી જવાનથી માછીમારના મોતનની ઘટના અવારનવાર બનતી હોય છે.ત્યારે વેરાવળના દરિયામા વધુ એક ઘટના બની છે. વેરાવળથી 60 નોટીકલ માઇલ દુર દરિયામા માછીમારી કરી રહેલી નામે“જય મહા બલીસાગર” રજી નં IND-GJ-32-MM-1785 માં માછીમારી કરતો ઉમરગાવનો સતિષ મનુ ઘોડી લઘુશંકા કરવા માટે ગયો હતો તે દરમ્યાન બોટમાંથી અકસ્માતે દરિયામા પડી જતા લાપતા બન્યો હતો આ બનાવ અંગે અન્ય માછીમારે પોરબંદરના નવીબંદર હાર્બર મરીનો પોલીસ સ્ટેશનમા જાણ કરી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya