પોરબંદરમાં યુવાને પ્રેમસંબંધમાં આપઘાત કર્યો
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : પોરબંદરમા પ્રેમ સંબધમા એક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાય ગઈ હતી. જુમા મસ્જીદ પાસે રહેતા યશ માલેદભાઈ બળેજા નામના યુવાનને કોઇ છોકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેમની સાથે અવારનવાર ઝઘડો થતો હોય આથી તેમણે પં
પોરબંદરમાં યુવાને પ્રેમસંબંધમાં આપઘાત કર્યો


પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : પોરબંદરમા પ્રેમ સંબધમા એક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાય ગઈ હતી. જુમા મસ્જીદ પાસે રહેતા યશ માલેદભાઈ બળેજા નામના યુવાનને કોઇ છોકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેમની સાથે અવારનવાર ઝઘડો થતો હોય આથી તેમણે પંખા સાથે ચુંદડી બાંધી અને ગળાફાંસો ખાઇ લેતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી. આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમા આદિત્યાણા ગામે ગરબી ચોક માં રહેતા ધીરજભાઇ ટપુભાઇ મારૂ નામના પ્રૌઢે જીંદગીથીં કંટાળી પોતાના ઘરના ફળીયામા આવેલા ઝાડ સાથે દોરી બાંધી અને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande