ઉતરાણમાં સ્કૂલેથી ઘરે જતી 13 વર્ષની વિદ્યાર્થિનીની જાહેરમાં છેડતી
સુરત, 06 માર્ચ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષની દીકરી સ્કૂલેથી ચાલતા ચાલતા ઘર તરફ જતી હતી. આ સમયે રસ્તા પર સાઈડમાં બાઈક લઈને ઉભેલા એક ઈસમે અચાનક જ તેમનો હાથ પકડી પોતે અર્ધનગ્ન થઈ ગયો હતો અને કિશોરી સાથે શારીરિક અડપલાં કરી તેની
ઉતરાણમાં સ્કૂલેથી ઘરે જતી 13 વર્ષની વિદ્યાર્થિનીની જાહેરમાં છેડતી


સુરત, 06 માર્ચ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષની દીકરી સ્કૂલેથી ચાલતા ચાલતા ઘર તરફ જતી હતી. આ સમયે રસ્તા પર સાઈડમાં બાઈક લઈને ઉભેલા એક ઈસમે અચાનક જ તેમનો હાથ પકડી પોતે અર્ધનગ્ન થઈ ગયો હતો અને કિશોરી સાથે શારીરિક અડપલાં કરી તેની છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવાની વિગત એવી છે કે ઉતરાણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની દીકરી તારીખ 5/3/2026 ના રોજ સવારે સ્કૂલે ગઈ હતી. ત્યારબાદ બપોરે 12:10 થી 12:30 કલાકની વચ્ચે જે સ્કૂલેથી ચાલતા ચાલતા ઘર તરફ જવા માટે નીકળી હતી. કિશોરી વેલંજા શ્યામ સોસાયટીના પાછળના રોડ ઉપરથી ચાલતા ચાલતા પસાર થઈ રહી હતી ત્યારે રોડની સાઈડમાં એક 25 થી 30 વર્ષનો અજાણ્યો ઈસમ બાઈક લઈને ઉભો હતો. જેમણે કિશોરીને એકલી જોઈ તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી ઉતારી અર્ધનગ્ન થઈ ગયો હતો અને કિશોરી ને પોતાની તરફ ખેંચી શારીરિક અડપલાં કરી બળજબરી કરી છેડતી કરી હતી. જેથી કિશોરી ઘરે આવી સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ આ મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande