
જામનગર, 06 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતના દરવાજા પાસે ગ્રામ્ય મહિલાની હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે મુકવામાં આવેલ દુકાન (ગ્રામહાટ) ઘણા દિવસથી બંધ હોવાથી સરકારના હેતુ ઉપર પાણી ફરી વળ્યું છે.
જામનગર જિલ્લા પંચાયત સર્કલમાં મહિલા મંડળના બહેનોને રોજગારી આપવા માટે મુકવામાં આવેલ હાટડી લાંબા સમયથી બંધ શા માટે રહે છે તે સવાલ લોકોમાં ઉઠ્યો છે. ડીઆરડીએ દ્રારા ગ્રામ્ય મહિલાઓને રોજગારી આપવા અને ગ્રામ્ય હસ્તકલાને પ્રોત્સાહન આપવા અભિયાન શરૂ કર્યું છે.
ત્યારે ગ્રામયકક્ષાએ વસવાટ કરતી મહિલાઓના હસ્તકલાંની ચીજવસ્તુઓ અનેક બનાવે છે. તેનું માર્કેટીંગ કરવામાં આવે તો વેચાણ વધે .મહિલાઓને રોજગારી સાથે આવક થાય. તેવા હેતુસર જીલ્લા પંચાયત સર્કલ ખાતે મહિલા મંડળની એક હાટડી કાર્યરત કરવામાં આવી હતી.
તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ મહિલા મંડળની મહિલાઓ દ્રારા બનાવેલ ચીજવસ્તુઓ હાટડીમાં વ્યાજબીભાવે પ્રાપ્ત થતી હતી.પરંતુ ગમે તે કારણ હોય પરંતુ જિલ્લા પંચાયત સર્કલ ખાતેની મહિલા રોજગારી આપતી હાટડી ઘણા લાંબા સમયથી અલીગઢિય તાળા લટકી રહયા છે.
શા માટે બંધ છે તે સવાલ છે. એવું ખાનગીમાં ચર્ચાઈ છે કે હાટડીની આસપાસ ચા પાન ના ગલ્લાઓને કારણે મહિલાઓ આ હાટડીમાં ખરીદી કરવા આવવામાં સંકોચ અનુભવતા હોય જેથી વેચાણ ઓછું થતા મહિલાઓએ જાતે જ કેન્દ્ર બંધ કરી દીધું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt