અમરોલી દિવ્યા મોલના વેપારી સાથે રુ.1.38 લાખની ઠગાઈ, અમદાવાદના યુવક સામે ફરિયાદ
સુરત, 06 માર્ચ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં દિવ્યા મોલમાં વેપાર કરતા એક યુવા વેપારી સાથે ₹1.38 લાખની ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના એક યુવકે ઉંદર ભગાવવાના મશીન અને રેટ શોક સ્પ્રે ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચૂકવી વેપારીને ચુનો ચોપડ્યો હોવ
અમરોલી પોલીસ સ્ટેશન


સુરત, 06 માર્ચ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં દિવ્યા મોલમાં વેપાર કરતા એક યુવા વેપારી સાથે ₹1.38 લાખની ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના એક યુવકે ઉંદર ભગાવવાના મશીન અને રેટ શોક સ્પ્રે ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચૂકવી વેપારીને ચુનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ઉત્રાણ વિસ્તારમાં સરકારી સ્કૂલ સામે મંગલમ રેસીડેન્સીમાં રહેતા પાર્થ કિશોરભાઈ મકવાણા (ઉંમર 26) અમરોલી સ્થિત દિવ્યા મોલમાં દુકાન ચલાવે છે. ગત 8 જાન્યુઆરીએ ગૌરાંગ રાજપુત નામના યુવકે તેમની પાસેથી 50 અલ્ટ્રાસોનિક ડિવાઇસ (ઉંદર ભગાવવાના મશીન) જેની કિંમત ₹70,000 અને 400 રેટ શોક સ્પ્રે જેની કિંમત ₹68,000 મળી કુલ ₹1,38,000નો માલ ઓર્ડર કર્યો હતો.

ગૌરાંગે માલનું પેમેન્ટ 7 દિવસમાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી અને માલ રૂદ્રા એજન્સી (સ્વસ્તિક સિટી, આશીર્વાદ હોટલ સામે, પૂજા ફાર્મ, નરોલા – અમદાવાદ) ખાતે મંગાવ્યો હતો. પરંતુ માલ મળ્યા બાદ તેણે પેમેન્ટ કર્યું નહોતું અને સંપર્કથી પણ દૂર રહી ગયો હતો. પાર્થ મકવાણાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગૌરાંગ રાજપુત સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande