ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી
દેશ-વિદેશના બહેનોની ઉપસ્થિતિમાં 300 થી વધુ શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક રંગોત્સવનો આનંદ માણ્યો હોળી એટલે ''હો ગઈ'' - જે વીતી ગયું છે તેને ભૂલીને વર્તમાનને પરમાત્માના જ્ઞાનના રંગથી રંગવાનો પર્વ રાજયોગ સાધના દ્વારા જ આત્મા શુદ્ધ અને શક્તિશાળી બની શકે છ
ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી


ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી


ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી


ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી


ઝાડેશ્વરના 'અનુભૂતિ ધામ' ખાતે આધ્યાત્મિક ઉલ્લાસ સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી


દેશ-વિદેશના બહેનોની ઉપસ્થિતિમાં 300 થી વધુ શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક રંગોત્સવનો આનંદ માણ્યો

હોળી એટલે 'હો ગઈ' - જે વીતી ગયું છે તેને ભૂલીને વર્તમાનને પરમાત્માના જ્ઞાનના રંગથી રંગવાનો પર્વ

રાજયોગ સાધના દ્વારા જ આત્મા શુદ્ધ અને શક્તિશાળી બની શકે છે

ભરૂચ 06 માર્ચ (હિ.સ.) બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઝાડેશ્વર સ્થિત 'અનુભૂતિધામ' સેવાકેન્દ્ર ખાતે હોળી-ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માઉન્ટ આબુ અને દેશ-વિદેશના સમર્પિત બહેનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં 300 થી વધુ શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક રંગોત્સવનો આનંદ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ (જ્ઞાન સરોવર)ના ડાયરેક્ટર અને ભરૂચ સબઝોન ઇન્ચાર્જ બી.કે. પ્રભાદીદીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે હોંગકોંગ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અન્ય સેવાકેન્દ્રો પરથી પધારેલા વરિષ્ઠ સમર્પિત બહેનોએ પણ ગરિમાપૂર્ણ હાજરી આપી હતી.

તારીખ 05 ફેબ્રુઆરી 2026, ગુરુવારના રોજ સાંજે 06:30 થી 09:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતાથી મહેકી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પધારેલા અતિથિ વિશેષોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું.

બી.કે. પ્રભાદીદીજીએ હોળીના ગૂઢ રહસ્યો સમજાવતા જણાવ્યું હતું કે, હોળી એટલે 'હો ગઈ' - જે વીતી ગયું છે તેને ભૂલીને વર્તમાનને પરમાત્માના જ્ઞાનના રંગથી રંગવાનો પર્વ. સાચી હોળી ત્યારે જ મનાવી કહેવાય જ્યારે આપણે આપણી અંદર રહેલી બુરાઈઓ, કામ, ક્રોધ અને નકારાત્મક સંસ્કારોની આહુતિ આપીએ. વધુમાં, વક્તાઓએ ભાર મૂક્યો હતો કે રાજયોગ સાધના દ્વારા જ આત્મા શુદ્ધ અને શક્તિશાળી બની શકે છે. આ તહેવાર આપણને પરસ્પર વેરઝેર ભૂલી પ્રેમ, પવિત્રતા અને ભાઈચારાના સાચા રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે.

કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિત ભાઈ-બહેનોને તિલક લગાવીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત જનમેદનીએ પરસ્પર સૌહાર્દ સાથે આધ્યાત્મિક ખુશીઓ વહેંચી હતી. કાર્યક્રમના અંતે સૌને 'પ્યારા બાબા'નો પવિત્ર ભોગ (પ્રસાદ) વિતરણ કરવામાં આવ્યો હતો.

આમ, અનુભૂતિધામ ખાતે હોળી-ધૂળેટીનો આ પર્વ આધ્યાત્મિક ઉલ્લાસ અને દિવ્યતાના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande