ઉતરાણમાં જુના ઝઘડાની અદાવતમાં યુવક પર ઘાતકી હુમલો
સુરત, 06 માર્ચ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરવાડ યુવક પર સાત જેટલા ઈસમોએ જુના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. યુવકને ઉતરાણ ગામમાં કીર્તિ નગર સોસાયટીના નાકે આંતરિ તેમને ઢીકમુક્કીનો તથા લાકડાના ફટક
ઉતરાણમાં જુના ઝઘડાની અદાવતમાં યુવક પર ઘાતકી હુમલો


સુરત, 06 માર્ચ (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરવાડ યુવક પર સાત જેટલા ઈસમોએ જુના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. યુવકને ઉતરાણ ગામમાં કીર્તિ નગર સોસાયટીના નાકે આંતરિ તેમને ઢીકમુક્કીનો તથા લાકડાના ફટકા વડે અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ એક વ્યક્તિએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી ભરવાડ યુવકને પીઠના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી પોલીસે રાયોટીંગ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વતની અને સુરતના ઉતરાણ વિસ્તારમાં રામનગર સોસાયટીમાં રહેતા વિરમભાઇ ચેલાભાઈ પરમાર (ભરવાડ) ડ્રાઇવિંગના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 4/3/2026 ના રોજ તેઓ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ઉતરાણ ગામમાં કીર્તિ નગર સોસાયટીના નાકે પંડિત ના ગલ્લે માવો ખાવા જતા હતા ત્યારે વિશાલ સિરસાઠ (રહે-કિર્તીનગર સોસાયટી, ઉત્રાણ), પાર્થ સોનવણે, સિંધુ ઉર્ફે સિધ્ધાર્થ ખાનદેશી પંજો (રહે-કિર્તીનગર), ગોપાલ ઉર્ફે ગોલી (રહે- કૃષ્ણદર્શન સોસાયટી, ઉત્રાણ) તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો કારમાં તેમની પાસે આવ્યા હતા અને જુના ઝઘડાની અદાવતમાં વિરમભાઈ ને ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર મારી પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો.

એટલું જ નહીં પરંતુ સીધું ઉર્ફે સિદ્ધાર્થ ખાનદેશીએ લાકડાના ફટકાથી વિરમભાઇને ઢોર માર્યો હતો. આ ઉપરાંત ત્રણ ઈસમોએ પણ લાતો અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. ગોપાલ ઉર્ફે ગોળી નામના વ્યક્તિએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી વિરમભાઇને પીઠમાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી વિરમભાઈ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. બનાવને પગલે તમામ લોકો ત્યાંથી ફરાર થઈ જતા વિરમભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની પગલે ઉતરાણ પોલીસે વિરમભાઈ ની ફરિયાદને આધારે તમામ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande