
સુરત, 06 માર્ચ (હિ.સ.) : પુણામાં કર્મા બિલ્ડિંગમાં આવેલ કંપનીમાંથી એકાઉન્ટન્ટે ઈન્શોરન્સ અને એકાઉન્ટના ડેટા ચોરી લીધા બાદ કંપનીને બ્લેકમેઈલ કરી પૈસાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પૂણા, આઈમાતા રોડ, નિજાનંદ પાર્કમાં રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા મયુર જમનભાઈ બોરડ (ઉ,વ,36)એ ગતરોજ તેજસ સંજય હાંસલીયા (ઉ.વ.૨૫.રહે,એચ.આર.પી. રેસીડેન્સી, કઠોદરા) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ભાગીદારીની પુણા, પરમ હોસ્પિટલની બાજુમાં કર્મા બિલ્ડિંગ, જી.એફ.ટી.એચ. કેમ્પસમાં આવેલી ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તેજસએ નોકરી દરમિયાન 13 જાન્યુઆરી બાદ નોકરી છોડી દઈ ગેરકાયદે નાણાંની માંગણી કરતી તેમજ ફર્મનાઈન્શોરન્સ અને એકાઉન્ટીંગના ડેટા કોમ્પ્યુટરમાંથી મેળવી લીધા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે