પાટણના પીપરાળા ખાતે વીર ક્ષત્રિય આહિર ડગાચા દાદા ડાંગરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે વીર ક્ષત્રિય આહિર ડગાચા દાદા ડાંગરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુક્રવારથી ભવ્ય પ્રારંભ થયો છે. સુરાપુરા ધામ ખાતે યોજાયેલા આ ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભર
પીપરાળા ખાતે ડગાચા દાદા ડાંગરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ


પીપરાળા ખાતે ડગાચા દાદા ડાંગરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ


પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે વીર ક્ષત્રિય આહિર ડગાચા દાદા ડાંગરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુક્રવારથી ભવ્ય પ્રારંભ થયો છે. સુરાપુરા ધામ ખાતે યોજાયેલા આ ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી આહિર ડાંગર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

ફાગણ વદ ત્રીજના શુભ દિવસે ગણેશ પૂજન સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મંડપ પ્રવેશ વિધિ, યજ્ઞ, સત્સંગ, ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે દૂર દૂરથી પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. મહોત્સવ દરમિયાન ભક્તજનો માટે મહાપ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને ભજન કાર્યક્રમો યોજાનાર હોવાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande