અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
-45 સંસ્થાએ અભિવાદન , પુષ્પગુચ્છથી સન્માન અને ભેટ સોગાદો આપી ભવ્ય રીતે સન્માનિત કર્યા -સવજીભાઈ કોરાટ અને જશુમતીબેનના સંસ્કારો તેમજ બાપ કરતા બેટો સવાયો બન્યો છે - સવજીભાઈ તેની ગાડીમાં ત્રિકમ,પાવડો અને તગારું રાખતા અને દરેક કામની તપાસ કરતા હતા -પ
અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


અંકલેશ્વર ખાતે ડો. પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


-45 સંસ્થાએ અભિવાદન , પુષ્પગુચ્છથી સન્માન અને ભેટ સોગાદો આપી ભવ્ય રીતે સન્માનિત કર્યા

-સવજીભાઈ કોરાટ અને જશુમતીબેનના સંસ્કારો તેમજ બાપ કરતા બેટો સવાયો બન્યો છે

- સવજીભાઈ તેની ગાડીમાં ત્રિકમ,પાવડો અને તગારું રાખતા અને દરેક કામની તપાસ કરતા હતા

-પરિવાર,ઘરનો ,સગાંઓનો કે સમાજનો સહકાર હોય તો જ સફળ થવાય છે ડો.પ્રશાંત કોરાટ

ભરૂચ 05 માર્ચ ( હિ. સ ) અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ઉદ્યોગપતિઓ દ્વારા ડો.પ્રશાંત કોરાટને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગુજરાત પ્રદેશ અને દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારીની જવાબદારી મળતા તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ 45 જેટલી સંસ્થાઓ દ્વારા અભિવાદન , પુષ્પગુચ્છથી સન્માન અને ભેટ સોગાદો આપી ભવ્ય રીતે સન્માનિત કરાયા હતા.

સવજીભાઈની નિષ્ઠા અને કામ કરાવવાની નીતિ ખરેખર ઉત્તમ હતી.સવજીભાઈ અને જશુમતીબેનના સંસ્કારો તેમજ બાપ કરતા બેટો સવાયો છે.અહીં ઉપસ્થિત સર્વે ઉદ્યોગપતિઓ છે અને પક્ષ તેમજ હિંદુત્વને માનનારા છે .

ઈશ્વરસિંહ પટેલ સિંચાઈ મંત્રી અંકલેશ્વર

મકાનનો પાયો નબળો હોય તે મકાન પડી જાય પણ એક ભડવીર મંત્રી સવજીભાઈ એવા મંત્રી હતા કે તેની ગાડીમાં ત્રિકમ,પાવડો અને તગારું રાખતા અને દરેક કામ ની તપાસ કરતા હતા.જશુબેન પણ કુંભ મેળા વખતે જાતે વાસણ સાફ કરી સેવા લેવા નહી પરંતુ સેવા આપવા આવ્યા હતા .આવા માતાપિતાના સંતાન એવા ડો.પ્રશાંત કોરાટ હાલના પદથી પણ ઊંચું પદ પ્રાપ્ત થાય તેવા આશિષ છે.

ગંગાદાસ બાપુ રામકુંડ અંકલેશ્વર

પદ હોય અને ના હોય ત્યારે એ આત્મીયતાના સંબંધ હોય છે તેવા સંબંધ છે અમારી સાથે છે.રાજકારણ મેં મારા જન્મથી જોયું છે લગભગ ગામડાઓમાં મારો પ્રવાસ થાય ત્યારે મારા પિતાને વડીલો યાદ કરે છે .મારા જીવનની કોઈ અમૂલ્ય ક્ષણ હોય તો એ ભરૂચ જિલ્લો છે.મારા પિતાએ છેલ્લે સુધી પ્રામાણિક પણે કાર્ય કર્યું છે.રાજકારણ ખૂબ મહેનત અને પરિશ્રમ માંગી લે છે.પરિવાર,ઘરનો ,સગાંઓનો કે સમાજનો સહકાર હોય તો જ સફળ થવાય છે.

ડો.પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી ગુજરાત

ડો.પ્રશાંત કોરાટના અભિવાદન સમારોહ કાર્યક્રમમાં ભારતસિંહ પરમાર,દુષ્યંત પટેલ,રમેશ મિસ્ત્રી ,ઘનશ્યામ પટેલ , રીતેષ વસાવા ,પ્રકાશ મોદી , જય તેરૈયા ખુમાનસિંહ વાંસિયા , એન.કે. નાવડિયા તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહી અભિવાદન કર્યું હતુ.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande