પાટણમાં ₹70 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
પાટણ, 06 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી શહેરમાં ₹70 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં સીસી રોડ અને સંરક્ષણ દીવાલના કામોને મંજૂરી આપવામાં
પાટણમાં ₹70 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત


પાટણમાં ₹70 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત


પાટણ, 06 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી શહેરમાં ₹70 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં સીસી રોડ અને સંરક્ષણ દીવાલના કામોને મંજૂરી આપવામાં આવી છે.

યુડીપી-88 યોજના અંતર્ગત રોટલીયા હનુમાન ચોકડીથી ખોડીયાર પરા સ્કૂલ થઈ ઉભા હાઇવેને જોડતા ટ્રીમીક્ષ સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. આ કામ માટે અંદાજે ₹27,27,100નો ખર્ચ કરવામાં આવશે.

આ ઉપરાંત અંબાજી નેળીયાના મેઇન રોડથી પ્રાર્થના ટેનામેન્ટ અને રાજનગરી થઈ રાજરાજેશ્વર મહાદેવ સુધી ₹15,99,700ના ખર્ચે સીસી રોડ તથા બ્લોક પેવિંગના કામની શરૂઆત થશે. સાથે જ રાજનગર સોસાયટી સામે કેનાલને સમાંતર સિલિકોન સોસાયટી પાસે બાકી રહેલી સંરક્ષણ દીવાલનું નિર્માણ પણ હાથ ધરાશે, જેના માટે ₹26,96,400નો ખર્ચ થશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા પક્ષના નેતા દશરથજી ઠાકોર અને બાંધકામ સમિતિના ચેરમેન મહેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande