
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદરના જુની દીવાદાંડી નજીક બે મહિલા પર ચાર જેટલા લોકોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચડી હતી. જુના મનદુઃખને લઇ આ હુમલો કરવામા આવ્યો હતો. પોરબંદરના જુની દિવાદાંડી વિસ્તારમાં રહેતા શમીનાબાનુ ઉર્ફે સમીરાબાનુ અબ્દુલાખાન પઠાણનુ થોડા સમય પહેલા રીક્ષામા પર્સ ભુલાય ગયુ હતુ તે હુશન નામના રીક્ષા ચાલકે પરત નહિં કરતા આ બાબતે ઠપકો આપ્યો હતો. જેના મનદુઃખને લઈ જયારે શમીનાબાપુ ઉર્ફે સમીરાબાનુ રમઝાન માસને લઈ ગરીબોને દાન કરવા ગયા હતા તે દરમ્યાન ફરીન આરીફ, નિલોફા રહિમ, રિઝવાન અને અસ્મા ઈમરાને શમીનાબાનુ અને તેમની સાથે રહેલા આમેના બહેનને ભુંડી ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતેર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya