નોર્વ દેશના વીઝાના બહાને એકાઉન્ટન્ટ સાથે 5 લાખની છેતરપિંડી
સુરત, 06 માર્ચ (હિ.સ.)-નાના વરાછા વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ભેટી ગયેલા અમદાવાદના ઠગબાજે નોર્વ દેશના વીઝા કરાવી આપવવાના બહાને ૫ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નંદનવન રો હાઉસ, નાના વરાછા ખાત
વીઝા


સુરત, 06 માર્ચ (હિ.સ.)-નાના વરાછા વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ભેટી ગયેલા અમદાવાદના ઠગબાજે નોર્વ દેશના વીઝા કરાવી આપવવાના બહાને ૫ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નંદનવન રો હાઉસ, નાના વરાછા ખાતે રહેતા અને એકાઉન્ટન્ટનું કામકાજ કરતા 21 વર્ષીય દિક્ષીત ભરતભાઈ ધામેલીયા પાસેથી 13 મે 2025ના રોજ નોર્વ દેશના વીઝા કરાવી આપવા માટે દિપક ઉપાધ્યાય (રહે,શિલ્પ જવેરી, શ્યામલ ક્રોસ રોડ,અમદાવાદ)એ ૫ લાખ લીધા હતા. જોકે દિપક ઉપાધ્યાયે પૈસા લીધા બાદ વીઝા કઢાવી આપ્યા ન હતા. તેમજ દિક્ષીત ધામેલીયાએ પૈસા પરત માંગતા ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પૈસા પરત નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે દિક્ષીતભાઈની ફરિયાદ લઈ દિપક ઉપાધ્યાય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande