ગાંધીનગરના સર્વાંગી વિકાસ અને જળસંચય હેતુસર તળાવોની અનામત જમીન પરના દબાણો દૂર કરવાની મનપા દ્વારા કડક કાર્યવાહી
ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને પર્યાવરણના જતન માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના રાંધેજા, કોલવડા, પેથાપુર અને વાવોલ જેવા વિવિધ વિસ્તારોમાં તળાવના વિકાસ માટે અનામત રાખવામાં આ
ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને પર્યાવરણના જતન માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના રાંધેજા, કોલવડા, પેથાપુર અને વાવોલ જેવા વિવિધ વિસ્તારોમાં તળાવના વિકાસ માટે અનામત રાખવામાં આવેલા સર્વે નંબરો પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા સંબંધિત પક્ષોને કાયદેસરની નોટિસો જારી કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે આજે પેથાપુર ખાતે સર્વે નંબર ૨૭૫૮ પરના નડતરરૂપ દબાણોને દૂર કરવાની સફળ કામગીરી વહીવટી મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

શહેરી આયોજનમાં તળાવોનો વિકાસ લાંબા ગાળાના પર્યાવરણલક્ષી હિતો માટે અનિવાર્ય છે. જમીન નીચેના ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખવા, સ્થાનિક પરિતંત્રનું સંરક્ષણ કરવા અને નાગરિકોના જીવનોપાર્જનને બળ મળે તેવા હેતુથી આ વિસ્તારોને અતિક્રમણમુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસો પ્રાથમિક પ્રક્રિયાનો એક ભાગ છે, જેથી જાહેર હિત માટે નિર્ધારિત જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને કોઈપણ પ્રકારના અનધિકૃત બાંધકામને અટકાવી શકાય.

આ ઝુંબેશ અંતર્ગત આજે તા. ૦૬/૦૩/૨૦૨૬ના રોજ પેથાપુરના સર્વે નંબર ૨૭૫૮ પરની તમામ નિયમાનુસારની કાર્યવાહી પૂર્ણ કરી, વિકાસકાર્યમાં અવરોધરૂપ બનતા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા તમામ સંબંધિત પક્ષોને નોટિસમાં જણાવેલ સમયમર્યાદામાં જવાબ રજૂ કરવા અને શહેરના આયોજનબદ્ધ વિકાસમાં સહકાર આપવા તાકીદ કરવામાં આવી છે.

આગામી સમયમાં પણ અન્ય વિસ્તારોમાં નિર્ધારિત સમયમર્યાદામાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી, અનધિકૃત દબાણો સામે નિયમાનુસારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande