પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને  જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
ગીર સોમનાથ, 06 માર્ચ (હિ.સ.) પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લામાં થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા માટે આજે જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં
પ્રભારી સચિવ  જેનુ દેવનના અધ્યક્ષસ્થાને  જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા બેઠક


ગીર સોમનાથ, 06 માર્ચ (હિ.સ.)

પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લામાં થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા માટે આજે જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યો, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ, તેમજ જનસેવા સંબંધિત કાર્યો અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

પ્રભારી સચિવએ અધિકારીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે.

ખાસ કરીને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ વિષે ખાસ દરકાર રાખીને શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, માર્ગ અને ગ્રામ વિકાસ સંબંધિત યોજનાઓને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લાની કાયદો અને વ્યવસ્થા, કૃષિ વિકાસ, સ્વચ્છતા અભિયાન, તેમજ ડિજિટલ સેવાઓના વિસ્તરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રભારી સચિવએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરીને જિલ્લાને સર્વાંગી વિકાસ તરફ આગળ વધારવા સૂચન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગના પ્રગતિ અહેવાલ રજૂ કર્યા હતા તથા આગામી આયોજન અંગે માહિતી આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande