જુનાગઢ કલેકટરના હસ્તે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું બહુમાન
જુનાગઢ, 06 માર્ચ (હિ.સ.) : મીનીકુંભ સમાન મહાશિવરાત્રીના મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેને સફળ બનાવવામાં જેમનો મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે, તેવા અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સન્માન પત્ર એનાયત કરી બ
જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના હસ્તે મહાશિવરાત્રીના મેળામાં


જુનાગઢ, 06 માર્ચ (હિ.સ.) : મીનીકુંભ સમાન મહાશિવરાત્રીના મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેને સફળ બનાવવામાં જેમનો મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે, તેવા અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું.

જિલ્લા કલેકટરએ મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરનાર અધિકારી કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પહેલથી મોટા ફલક પર આયોજિત મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રના સર્વે અધિકારી કર્મચારીઓની કામગીરી પ્રેરણા રૂપ બની રહી છે, અધિકારી કર્મચારીઓએ અહમને કોરાણે મૂકીને સંકલન અને ટીમવર્કથી કરેલી કામગીરીથી મહાશિવરાત્રીનો મેળો સફળ બનવાની સાથે તેની નવી ઊંચાઈ પણ મળી છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, સહ પ્રભારીમંત્રી તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે, સાથે જ ભાવિકોલક્ષી નિર્ણય માટે પણ પૂરેપૂરી મોકળાશ મળી હતી. સાથે જ મહાશિવરાત્રીના મેળા માટે જરૂરી મંજૂરીઓ પણ ત્વરિત મળી હતી.

જિલ્લા કલેકટરએ મહાશિવરાત્રીના મેળામાં સફાઈકર્મીઓના યોગદાનની પણ સવિશેષ નોંધ લઈ જણાવ્યું હતું કે, ભાવિકોના આવાગમન વચ્ચે સફાઈ કરવી પણ પડકારજનક હોય છે, તેમ છતાં સફાઈકર્મીઓએ મહાશિવરાત્રીના મેળાને સ્વચ્છ રાખવા માટે સતત પરિશ્રમ ઉઠાવ્યો હતો.

જિલ્લા કલેકટરએ એમ પણ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળા માટે વહીવટી તંત્ર દ્વારા જે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, તેને કુશળતા સાથે સફળતાપૂર્વક ધરાતલ પર ઉતારવાનું કામ અધિકારી કર્મચારીઓએ કર્યું છે. થોડી નવી વ્યવસ્થા સાથે થયેલા મહાશિવરાત્રીના મેળાને અભૂતપૂર્વ સફળતા મળી છે. જેમાં અપેક્ષાથી પણ વધુ ભાવિકો સહભાગી બન્યા હતા. જિલ્લા કલેકટરએ મહાશિવરાત્રીના મેળામાં સફળ બનાવવા માટે અધિકારી- કર્મચારી સહિત સૌ કોઈના યોગદાનની નોંધ લીધી હતી. આ સાથે સન્માનિત અધિકારી કર્મચારીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યું હતું.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા તથા પ્રતીક જૈન સહિત વહીવટી તંત્રના જુદા જુદા વિભાગના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande