જૂનાગઢ જિલ્લાની બહેનો માટે ઘરગથ્થુ બેકરી વાનગીઓ શીખવાની ઉત્તમ તક
જૂનાગઢ, 06 માર્ચ (હિ.સ.) : ઘરમાં જ શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગીઓ બનાવતા શીખવા માંગતી બહેનો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવનાર છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી હસ્તકની બેકરી શાળા દ્વારા
જૂનાગઢ જિલ્લાની બહેનો માટે ઘરગથ્થુ બેકરી વાનગીઓ શીખવાની ઉત્તમ તક


જૂનાગઢ, 06 માર્ચ (હિ.સ.) : ઘરમાં જ શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગીઓ બનાવતા શીખવા માંગતી બહેનો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવનાર છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી હસ્તકની બેકરી શાળા દ્વારા આગામી એપ્રિલ, મે અને જૂન માસ દરમિયાન એક અઠવાડિયાના વિશેષ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમ બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાશે.તાલીમનો સમયગાળો ૫ દિવસ (બપોરે ૨:૦૦ થી ૬:૦૦ કલાક સુધી) રહેશે. તેમજ ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ અને ૧૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતી મહિલાઓ આ તાલીમમમાં ભાગ લઈ શકશે.અને પ્રવેશ ફી ₹ ૫૦૦ રહેશે. (તાલીમ માટેની કાચી સામગ્રી બેકરી શાળા તરફથી પૂરી પાડવામાં આવશે.)

રસ ધરાવતી બહેનોએ પ્રવેશ મેળવવા માટેના અરજી ફોર્મ તા. ૦૧/૦૪/૨૦૨૬ થી બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રૂબરૂ જઈને મેળવી લેવાના રહેશે. ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૧૮:૦૦ (૬:૦૦) વાગ્યા સુધીનો રહેશે. પ્રવેશ 'વહેલા તે પહેલા' ના ધોરણે આપવામાં આવશે.આ અંગે વધુ માહિતી અને પૂછપરછ માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, બેકરી શાળાનો સંપર્ક સાધવા અથવા ફોન નંબર ૦૨૮૫ – ૨૬૭૨૦૮૦ થી ૯૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande