પાટણ જિલ્લામાં બાર કાઉન્સિલ ચૂંટણીમાં વકીલોનું ઉત્સાહભેર મતદાન
પાટણ, 06 માર્ચ (હિ.સ.)બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે પાટણ જિલ્લામાં વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પાટણ, સિદ્ધપુર, સમી, ચાણસ્મા અને રાધનપુર ખાતે કુલ પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં કુલ 1250 નોંધાયે
પાટણ જિલ્લામાં બાર કાઉન્સિલ ચૂંટણીમાં વકીલોનું ઉત્સાહભેર મતદાન


પાટણ, 06 માર્ચ (હિ.સ.)બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે પાટણ જિલ્લામાં વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પાટણ, સિદ્ધપુર, સમી, ચાણસ્મા અને રાધનપુર ખાતે કુલ પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં કુલ 1250 નોંધાયેલા મતદારોમાંથી મોટી સંખ્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન પ્રક્રિયા સવારે 10:30 વાગ્યે શરૂ થઈને સાંજે 4:00 વાગ્યા સુધી ચાલુ રહી હતી. પાટણ જિલ્લા અદાલત ખાતે જ 520 વકીલોએ મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ વિવિધ મતદાન કેન્દ્રો પર વકીલોની લાંબી કતારો જોવા મળી હતી.

મતદાન પ્રક્રિયા સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન પેટીઓને સીલ કરીને સુરક્ષિત રીતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande