મહેસાણાના લક્ષ્મીપુરા પાસે થયેલા હત્યા કેસમાં નંદાસણ પોલીસની ઝડપી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક ગુજરાત માઇક્રો કંપની કોલોની, લક્ષ્મીપુરા પાસે થયેલા હત્યા કેસમાં નંદાસણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં તા. 05/03/2026 ના ર
લક્ષ્મીપુરા પાસે થયેલા હત્યા કેસમાં નંદાસણ પોલીસની ઝડપી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા


મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક ગુજરાત માઇક્રો કંપની કોલોની, લક્ષ્મીપુરા પાસે થયેલા હત્યા કેસમાં નંદાસણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં તા. 05/03/2026 ના રોજ પાર્ટ-એ-11206050260313/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 115(1), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.

માહિતી મુજબ ઘટનાના આરોપીઓ અક્ષયકુમારસિંહ યદુનાથસિંહ (રહે. ભવાનીપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ) અને બળવંતસિંહ જોરસિંહ રાજપૂત (રહે. રાજસ્થાન) હાલ ગુજરાત માઇક્રો કંપની કોલોની, લક્ષ્મીપુરા (નંદાસણ) ખાતે રહેતા હતા અને ગુનો આચરી નાસતા ફરતા હતા.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપવા સૂચના આપવામાં આવી હતી. કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ધડુક અને તેમની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ કામગીરીમાં પી.એસ.આઈ. સી.જી. ગોહિલ, પી.એસ.આઈ. પી.એન. સોલંકી સહિત પોલીસ સ્ટાફના જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande