
મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાનાર ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ સંદર્ભે જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત (MY Bharat), રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ અને જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તા. 08 માર્ચ 2026ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ, પાંચોટ ખાતે “ASMITA” (Achieving Sports Milestone by Inspiring Women Through Action) લીગનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. કાર્યક્રમમાં અંડર 13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ વય એમ ત્રણ જુથમાં સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સાખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક યુવતીઓ અને મહિલાઓએ https://mybharat.gov.in પોર્ટલ પર “અસ્મિતા લીગ” માટે પૂર્વ નોંધણી કરાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR