સુરતના મહિધરપુરામાં ટ્રાવેલર્સને મુંબઈના દલાલોએ 29.50 લાખનો ચુનો ચોપડ્યો
સુરત, 06 માર્ચ (હિ.સ.) : દિલ્હીગેટ, ટ્રેડ હાઉસમાં આવેલ ફાઈવ સ્ટાર ટ્રાવેલ્સના માલીક પાસેથી મુંબઈ ઉલ્લાસનગરના ગાડી લે-વેચનું કામ કરતા બે બ્રોકરોએ 29.50 લાખ મેળવી લીધા બાદ જૂની બોલેરો ગાડી અને બે જીસીબી કંપનીના મશીનની ડીલીવરી નહી કરી છેતરપિંડી કરી હત
સુરતના મહિધરપુરામાં ટ્રાવેલર્સને મુંબઈના દલાલોએ 29.50 લાખનો ચુનો ચોપડ્યો


સુરત, 06 માર્ચ (હિ.સ.) : દિલ્હીગેટ, ટ્રેડ હાઉસમાં આવેલ ફાઈવ સ્ટાર ટ્રાવેલ્સના માલીક પાસેથી મુંબઈ ઉલ્લાસનગરના ગાડી લે-વેચનું કામ કરતા બે બ્રોકરોએ 29.50 લાખ મેળવી લીધા બાદ જૂની બોલેરો ગાડી અને બે જીસીબી કંપનીના મશીનની ડીલીવરી નહી કરી છેતરપિંડી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સૈયદપુરા માર્કેટ, મુન પેલેસમાં રહેતા ઈમરાન યુનુશ ગરઢેરા (ઉ.વ.42) ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દિલ્હીગેટ ઉનાપાણી રોડ, સુરત ટ્રેડ હાઉસની નીચે ફાઈવ સ્ટાર ટ્રાવેલ્સના નામે ધંધો કરે છે.ઈમરાન ગરઢેરા પાસેથી 25 જૂન 2025માં મુંબઈના ઉલ્લાસનગરમાં રહેતા અને ગાડી લે-વેચનું કામ કરતા સુનીલ કિશનચંદ જગત્યાની અને પ્રવિણ પરશુરામ મોરગેએ જૂની બોલેરો ગાડી અને જુની બે જીસીબી કંપનીના મશીનરી માટે રૂપિયા 29.50 લાખ ચુકવ્યા હતા. પૈસા લીધા બાદ પણ આ બંને બ્રોકરોએ તેમને ગાડીની ડિલીવરી નહી કરી કે પૈસા પણ પરત નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આખરે ઈમરાને ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande