
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદરના નેત્રમ કમાન્ડ ખાતે અરજદાર યોગેશભાઈએ આવી જણાવ્યું હતું કે થોડા દિવસ પૂર્વ તેઓનું હોન્ડા કંપનીનું સાઈન બાઇક કનકાઈ માતા મંદીર, ચોપાટી ગેટ, પોરબંદર પાસે પાર્ક કરેલ હતું, જે ચોપાટીથી પરત આવી જોતા ત્યાં જોવા મળ્યું ન હતું.
અરજદારની રજૂઆતને ધ્યાને લઇ નેત્રમ કમાન્ડ & કંટ્રોલ સેન્ટરના ઈન્ચાર્જની સુચનાથી નેત્રમ સ્ટાફ દ્વારા VISWAS Project ના આસપાસના સીસીટીવી લોકેશનો ચેક કરતા તેમનું બાઈક કોઈ ઈસમ જેની પાછળ બે બાળકો બેઠેલ હતા તે લઈ જતા જોવા મળ્યા હતા. જેથી તેઓ ભૂલથી લઈ ગયેલ હોય તેવુ માલુમ જાણવા મળ્યું હતું. તેઓ ક્યારે ચોપાટી ગેટ ખાતે આવે તે ચેક કરતા કરતા તેવાજ બાઈકમાં તે વ્યક્તિ અને પાછળ બે બાળકો બેઠેલ હતા તે આવતા જણાયેલ જેથી તે વાહન ચાલકની માહિતી મેળવી તેને ફોન કરી પુછતા તેણે જણાવેલ કે તેમના ગેસ્ટ ભૂલથી તેનું બાઈક સમજી લઈ ગયા હતા જેથી અરજદાર અને પ્રતિકભાઈ જોષીને કમાન્ડ & કંટ્રોલ સેન્ટર-નેત્રમ ખાતે બોલાવી જેનું બાઇક ભુલથી લઇ ગયેલ તેને પરત કરાવેલ હતું. જે બાબતે અરજદાર યોગેશભાઈ દ્વારા નેત્રમ સ્ટાફની પ્રસંશા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya