ચાણસ્માની પિન્કીબેન પટેલનો અનોખો ફૂડ વ્યવસાય: સોલર ડિહાઇડ્રેશનથી બનાવે છે વિવિધ પ્રોડક્ટ્સ
મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વધરે ગામની પિન્કીબેન અનંત પટેલ ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અને તેમનો પરિવાર ફૂડ ક્ષેત્રે ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે અને સોલર ડિ
ચાણસ્માની પિન્કીબેન પટેલનો અનોખો ફૂડ વ્યવસાય: સોલર ડિહાઇડ્રેશનથી બનાવે છે વિવિધ પ્રોડક્ટ્સ


ચાણસ્માની પિન્કીબેન પટેલનો અનોખો ફૂડ વ્યવસાય: સોલર ડિહાઇડ્રેશનથી બનાવે છે વિવિધ પ્રોડક્ટ્સ


મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વધરે ગામની પિન્કીબેન અનંત પટેલ ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અને તેમનો પરિવાર ફૂડ ક્ષેત્રે ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે અને સોલર ડિહાઇડ્રેશન ટેક્નોલોજી દ્વારા વિવિધ ખાદ્ય પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે.

પિન્કીબેન પાસે સોલર ડિહાઇડ્રેશનનો ખાસ પ્લાન્ટ છે, જેમાં ફળ અને શાકભાજીને સૂર્ય ઊર્જાથી ડીહાઈડ્રેટ કરીને પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ સિસ્ટમમાં થતી હોવાથી પ્રોડક્ટ્સ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત રહે છે. તેમના યુનિટમાં આદુ-બીટનો મુખવાસ, આદુ-આમળાનો મુખવાસ, બીટનો મુખવાસ, સરગવાનો પાવડર, જાંબુના ઠળિયાનો પાવડર, જાંબુની ચિપ્સ અને “અમૃત પેપ્સી” જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે.

ખાસ કરીને જાંબુની ચિપ્સ તેમની વિશેષતા છે. જાંબુના પલ્પને ડીહાઈડ્રેટ કરીને પાપડ જેવી ચિપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી વર્ષભર જાંબુનો સ્વાદ માણી શકાય. આ ઉપરાંત તેઓ “અમૃત પેપ્સી” પણ વિવિધ ફ્લેવરમાં બનાવે છે, જે ગ્રાહકોમાં લોકપ્રિય બની રહી છે.

પિન્કીબેનનો આ વ્યવસાય સ્થાનિક સ્તરે રોજગારીનું સશક્ત માધ્યમ પણ બન્યો છે. તેમના યુનિટમાં હાલમાં 15 થી 20 જેટલી મહિલાઓને રોજગારી મળી રહી છે. આ રીતે પિન્કીબેનનો પ્રયાસ સ્વચ્છ ખાદ્ય ઉત્પાદન સાથે ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande