PMJJBYથી પાટણના પરિવારે સંકટ સમયમાં મેળવી ₹2 લાખની સહાય
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અનેક પરિવારો માટે આર્થિક સુરક્ષાનું મહત્વપૂર્ણ સાધન બની રહી છે. આ યોજના હેઠળ માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમ સામે અચાનક મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹2 લાખની વીમા સહાય મળે છે. પાટણના
PMJJBYથી પાટણના પરિવારે સંકટ સમયમાં મેળવી ₹2 લાખની સહાય


પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અનેક પરિવારો માટે આર્થિક સુરક્ષાનું મહત્વપૂર્ણ સાધન બની રહી છે. આ યોજના હેઠળ માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમ સામે અચાનક મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹2 લાખની વીમા સહાય મળે છે.

પાટણના રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક હતા અને દર વર્ષે ₹436 પ્રીમિયમ ભરી PMJJBYમાં જોડાયેલા હતા. તાજેતરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું, ત્યારબાદ યોજનાના નિયમ મુજબ તેમની પત્ની ગીતાબેનને ₹2 લાખની વીમા સહાય આપવામાં આવી છે.

મૃતકના ભાઈ શૈલેષકુમાર કનુભાઈએ જણાવ્યું કે આ રકમ પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે, ખાસ કરીને બે બાળકોના અભ્યાસ માટે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પાટણ બ્રાંચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ પણ જણાવ્યું કે ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના દરેક ખાતાધારકે લેવાથી પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande