
કલકતા, નવી દિલ્હી,06 માર્ચ (હિ.સ.) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ
વચ્ચે, ભારતીય જનતા
પાર્ટીની કલકતામાં પ્રસ્તાવિત મોટી રેલીની તારીખ બદલાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની રેલી, જે મૂળ 15 માર્ચે
યોજાવાની હતી, હવે એક દિવસ
પહેલા, 14 માર્ચે
યોજાવાની ધારણા છે.
ભાજપની રાજ્ય સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર, “વડાપ્રધાન
કાર્યાલયના સમયપત્રકમાં સંભવિત ફેરફારને કારણે, રેલીની તારીખ બદલાઈ શકે છે. નવા
પ્રસ્તાવિત સમયપત્રક મુજબ,
વડાપ્રધાન મોદી
13 માર્ચની રાત્રે કલકતા પહોંચશે અને 14 માર્ચની બપોરે રેલીને સંબોધન કર્યા પછી તે
જ દિવસે દિલ્હી પરત ફરશે તેવી ધારણા છે.”
કલકતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ રેલી, 2 માર્ચથી શરૂ
થયેલી ભાજપની પરિવર્તન યાત્રાના સમાપન તરીકે ઉજવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી
રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ, પરિવર્તન
યાત્રાના વિવિધ તબક્કામાં ભાગ લીધો છે.
આ દરમિયાન, પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો માટે પાર્ટી ઉમેદવારોની
પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. રાજ્ય એકમ સંભવિત ઉમેદવારોના નામ
કેન્દ્રીય નેતૃત્વને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, “દરેક વિધાનસભા
મતવિસ્તાર માટે બે અલગ અલગ યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રથમ યાદીમાં ત્રણ
પસંદગીના ઉમેદવારોના નામ શામેલ હશે.જ્યારે બીજી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ શામેલ હશે, જેમને
પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ