
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજયની ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ છે, અનામત બેઠકની પ્રક્રિયા હાથ ધરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીની વાત કરીએ તો 15 મહાનગર,78 નગરપાલિકા અને 34 જીલ્લા પંચાયતની ચુંટણી યોજાશે આ ચુંટણી આગામી એપ્રિલ-મે-2026મા યોજાય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મહાનગરની ચુંટણી યોજાશે. પોરબંદર મનપાના 13 વોર્ડની ચુંટણી યોજાશે, જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી હોવાનુ કહેવાય છે. પોરબંદર નગરપાલિકામા છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનુ સાશન રહ્યુ છે. ત્યારે મનપામા ભાજપ પોતાનુ સાશન અકબંધ રાખી શકશે કે કેમ તેને લઇ ચર્ચાઓ જોવા મળી રહી છે.હાલ ભાજપ, કોગ્રેસ અને આપ પણ મનપાની ચુંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહ્યુ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
પોરબંદર જીલ્લા પંચાયત અને પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયતની ચુંટણી પણ યોજાશે તેને લઇ પણ તૈયારીઓ શરૂ થઇ હોવાનુ કહેવાય છે. હાલ તો સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya