પોરબંદર પોલીસે અસામાજિક તત્વોનો રંગ ઉતારી દીધો
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરમા ધુળેટી પર્વની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરવામા આવી હતી. જેમા ચોપાટી ખાતે કેટલાક અસમાજિક તત્વો દ્રારા રસ્તે જતા લોકોને પરાણે રંગ ઉડાડી અને પરેશાન કરવામા આવતા હતા. આ અંગેનો વિડીયો પોલીસ સમક્ષ પહોંચતા પોલીસ
પોરબંદર પોલીસે અસામાજિક તત્વોનો રંગ ઉતારી દીધો.


પોરબંદર પોલીસે અસામાજિક તત્વોનો રંગ ઉતારી દીધો.


પોરબંદર પોલીસે અસામાજિક તત્વોનો રંગ ઉતારી દીધો.


પોરબંદર પોલીસે અસામાજિક તત્વોનો રંગ ઉતારી દીધો.


પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરમા ધુળેટી પર્વની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરવામા આવી હતી. જેમા ચોપાટી ખાતે કેટલાક અસમાજિક તત્વો દ્રારા રસ્તે જતા લોકોને પરાણે રંગ ઉડાડી અને પરેશાન કરવામા આવતા હતા. આ અંગેનો વિડીયો પોલીસ સમક્ષ પહોંચતા પોલીસ હરકતમા આવી હતી અને આ તત્વોને ઝડપી લીધા હતા અને તેમને કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.

પોરબંદર શહેરમા ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવનાર તેમજ અવારગર્દી કરનાર શખ્સોને પોલીસ કાયદાનુ ભાન કરાવી રહી છે. પોરબંદર શહેરમા ધુળેટીના દિવસે કેટલાક શખ્સો ચોપાટી વીલા નજીક ખાતે રસ્તે જતા લોકોને પરાણે રંગ ઉડાડી અને ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓને પણ રંગ ઉડાડતા હતા. આ અંગેનો વિડીયો કમલાબાગ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પીઆઈ કાનમીંયા સહિતના સ્ટાફે આ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમને કાયદાનુ ભાન કરાવ્યુ હતુ અને હવે પછી આવી હરકત નહિં કરીએ તેમ કહિં માફી પણ મંગાવી હતી પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande