

પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદરના બરડા પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના અડધા લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના રાણાવાવ પોલીસને બરડાના ટેકરા ઉપર રાણના ઝાડ નીચે જાહેરમાં દેશીદારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે દરોડો પડી દેશી પીવાનો દારૂ 50 લીટર, દેશી દારૂની વાસવાળો 50 લીટરનો પ્લાસ્ટીકનો કેરબો, દેશી દારૂ બનાવવાનો આથો 1400 લીટર,આથાની વાસવાળા 200-200 લીટરના પ્લાસ્ટીકના 7 જેટલા બેરલ, 200 લીટરના પતરાના બોઈલર 2 બેરલ, પતરાના 15-15 લીટરના 15 ખાલી ડબ્બા, પાણી ભરેલ 50 લીટરનો પ્લાસ્ટીકનો કેરબો, પ્લાસ્ટીકના 50-50 લીટરના 3 કેરબા તાંબાની નળી સહીત કુલ રૂા. 50,975/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જોકે આ દરોડા દરમિયાન બુટલેગર લાખા હમીરભાઇ ગુરુગટુીયા હાજર મળી આવ્યો ન હતો જેથી પોલીસે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya