જામનગરમાં રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 55,413 ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત
જામનગર, 06 માર્ચ (હિ.સ.) : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 55 હજારનો ચોરાઉ મુદામાલ કબજે કરી લીધો છે. જામનગરમાં યાદવ
ઘરફોડ ચોરીનો આરોપી


જામનગર, 06 માર્ચ (હિ.સ.) :

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 55 હજારનો ચોરાઉ મુદામાલ કબજે કરી લીધો છે.

જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અરસીભાઈ ડાડુભાઈ ડેર નામના આહીર યુવાનના રહેણાંક મકાનમાં તાજેતરમાં ચોરી થઈ હતી અને કોઈ તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે ઉઠાવી ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન એલસીબીની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત મકાનમાં ચોરી કરનાર જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા ઉદલ કનૈયાભાઈ પરમાર નામના 19 વર્ષના શખ્સની અટકાયત કરી લીધી છે.

જેની પાસેથી રૂપિયા 43,413 ની કિંમતના સોનાના દાગીના 5,000 ની કિંમતના ચાંદીના દાગીના અને રૂપિયા 12,000 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 55,413 ની માલમતા કબજે કરી લીધી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande