
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદરમા પત્નિના ત્રાસથી કંટાળી અને પતિએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમા સાસુએ પુત્રવધુ સામે પુત્રને મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવી છે.
પોરબંદરના બોખીરા કે કે નગર વિસ્તારમાં રહેતા સુનિલ કાંતિભાઈ ચુડાસમા નામના યુવાને પત્નિના ત્રાસથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમા મૃતક સુનિલના માતા દક્ષાબેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે તેમના પુત્ર સુનિલના લગ્ન બાદ તેમની પત્નિ રાજેશ્રી અવારનવાર ઝઘડો કરતી હોય અને સાસરીયે આવતી ન હોય સતત માનસિક ત્રાસ આપતી હોવાથી સુનિલે એસિડ પી આપઘાત કરી લીધો હતો. આથી દક્ષાબેને પોતાના પુત્રને મરવા મજબુર કરનાર રાજેશ્રી સામે ફરીયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya