પોરબંદરના બહુચર્ચિત હિરલબા જાડેજા કેશમાં વધુ બે આરોપી ઝડપી પાડ્યા
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : ગત વર્ષે પોરબંદરના બહુ ચર્ચિત રહેલા હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ અપહરણ તથા ખંડણી વસુલ કરવા મામલે હિરલબા જાડેજા અને તેમના સાગરીત વિરુદ્ધ નોંધાયેલા ગુનાના સહઆરોપીઓ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયે
બહુચર્ચિત હિરલબા જાડેજા કેશમાં વધુ બે આરોપી ઝડપી પાડ્યા.


બહુચર્ચિત હિરલબા જાડેજા કેશમાં વધુ બે આરોપી ઝડપી પાડ્યા.


પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : ગત વર્ષે પોરબંદરના બહુ ચર્ચિત રહેલા હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ અપહરણ તથા ખંડણી વસુલ કરવા મામલે હિરલબા જાડેજા અને તેમના સાગરીત વિરુદ્ધ નોંધાયેલા ગુનાના સહઆરોપીઓ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પુર્વ આયોજીત કાવતરૂ રચી બેંકમાં એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમ થી મેળવેલ નાણા બેંકના ખાતામાં મેળવી કરોડો રૂપીયાની છેતરપીંડીના ગુનાના સહઆરોપીઓ પાર્થ સોંગેલા તથા રાજુ પરમારને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર કલોલ ખાતે થી ઝડપી પાડયા છે.

ગત વર્ષે મૂળ પોરબંદરના અને હાલ ઇઝરાયલ રહેલા લીલુબેન નામના એક મહિલાએ ઈઝરાયલથી વિડીયો બનાવી જિલ્લા પોલીસ અધિક્ષક પાસે હિરલબા અને તેમના સાગરીતોએ તેમના પરિવારને ગોંધી રાખ્યા હોવાથી મદદ માંગી હતી જે વીડિયોને આધારે પોલીસે તત્પરતા દાખવી લીલુબેનના પિતાની ફરિયાદને આધારે હિરલબા અને તેમના સાગરીતો વિરુદ્ધ હાર્બર મરીન પો.સ્ટે.માં બી.એન.એસ. ક. 115(2), 120(1), 127(4), 140(3), 142, 308(5), 329(3), 351(3), 61(2)(બી) મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

આ ગુનામાં મુજબ હિરલબેન સાગરીતોએ ફરી. તથા ફરી.ના જમાઈના ઢીકાપાટુનો મારમારી ધમકીઓ આપી ફરી તથા તેના

જમાઈને આડકતરી રીતે મારી નાખવાની ધમકી આપી તેમજ ફરી. ના જમાઇ ભનુની કાર કુછડી ખાતેથી હિરલબાના બંગલે મંગાવી લઈ તેમજ જમીન કમાન, પ્લોટ, દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી અલગ અલગ કુલ 11 કોરા ચેકમાં સહી કરાવી ફરિયાદીની મરણ જનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા પોણા તોલાનો ચેઈન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરિયાદી અને ફરિયાદીના જમાઈને સતર દિવસ સુધી તથા ફરિયાદીના દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી ગોંધી રાખ્યા હોવાનું જણાવાયું હતું.

આ ગુનો દાખલ થયા બાદ હિરલબાની ધરપકડ કરવામાં આવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ કરતા હિરલબાએ તેમના સાગરીતોના અલગ-અલગ બેંકમાં ખાતા ખોલાવી સાઈબર ક્રાઈમના પૈસા તેમાં જમા થતા હોવાનું તપાસ દરમિયાન ખુલતા પોરબંદર સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં આઈ.પી.સી. ક.120બી, 411, 413, 420બી તથા આઈ.ટી.એકટ ક. 66(ડી) મુજબ હિરલબા જાડેજા તથા તેમના માણસો હિતેશ ભીમા ઓડેદરા પાર્થ સોંગેલા મોહન રણછોડભાઈ વાજા અજય મનસુખભાઈ ચૌહાણ હિરલબાના ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય જે તપાસમાં ખુલે તે તમામ માણસોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને તેમણે જાતેથી અજાણ માણસોના કપટપુર્વક ખોટા પ્રલોભનો આપી તેમના પણ બેંક ખાતા ખોલાવી આ તમામ ખાતાઓમાંથી કૂલ 05 ખાતામાં સાયબર ક્રાઈમ ફ્રોડ દ્વારા વિવિધ રાજયોના અલગ અલગ ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી છેતરપીંડીથી પડાવેલ રૂપીયા જાણીબુઝીને વારંવાર મેળવી કપટપુર્વક ખાતાનો ખોટી રી ઉપયોગ કરી તેમના સહી કરેલા ચેક મેળવી લઈ તેમના ખાતામાંથી રૂપીયા ઉપાડી તથા પાર્થ સોંગેલા અજય ચૌહાણ મોહન વાજાના ખાતાઓમાં તેઓએ પોતે જાતેથી રૂપીયા ઉપાડી તથા ટ્રાન્સફર કરી જે તે રૂપીયાને સગેવગે કર્યા હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનો દાખલ થયા બાદ પાર્થ સોંગેલા તેમજ રાજુ પરમાર છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા હતા જેને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ સૂચના આપી હતી.

આ સુચનાને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ તપાસમાં હતી ત્યારે આ ગુનાઓમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી પાર્થ મહેન્દ્રભાઈ સોનગેલા અને રાજુ બાલુભાઇ પરમાર કલોલ ગાંધીનગર ખાતે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને કલોલ ગાંધીનગર ખાતે તપાસમાં મોકલતા બંને આરોપીઓ મળી આવતા ગુનાના કામે વધુ પુછપરછ અર્થે માટે એલ.સી.બી. ઓફીસ ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા માટે હાર્બર મરીન પો.સ્ટે. સોંપી આપવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande