વડોદરા જિલ્લા આયોજન મંડળના રૂ. 16 કરોડના વિકાસ કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
વડોદરા, 06 માર્ચ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમ
વડોદરા જિલ્લા આયોજન મંડળ


વડોદરા, 06 માર્ચ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા સાંસદ અને ધારાસભ્યઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રભારી મંત્રી હોદ્દાની રૂએ તે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટરશ્રી આયોજન મંડળના અનુક્રમે ઉપધ્યાક્ષક અને સહઉપાધ્યક્ષ હોય છે.

સામાન્ય રીતે સાંસદ અને ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાંટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રીયા થકી જ જાય છે. આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે. જેથી વિકાસની પ્રક્રીયામાં લોકપ્રતિનિધિઓને સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે.

આયોજન મંડળમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને 15 ટકા વિવેકાધીન ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત પાછલા વર્ષોમાં થયેલા મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે.

વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ. ૧૬ કરોડ તથા નગરપાલિકા માટે રૂ. ૨.૫ કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.

આયોજન મંડળની ઉક્ત મંજૂરીમાં ગ્રામ્ય માર્ગોના ૬૯, પેવર બ્લોકના ૮૬, પાણી પુરવઠાના ૬૩, સ્થાનિક વિકાસના ૪૦, ભૂમિ સંરક્ષણના ૮૩, વસવાટના ૯૪૯૪, પ્રાથમિક શિક્ષણના ૧૨, પોષણના ૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે.

સંઘવીએ આયોજન મંડળના કામો ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબત ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, દંડક બાળકૃષ્ણભાઇ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા, મહિડા ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, શૈલેષભાઇ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્યભાઇ દેસાઇ, કેયુરભાઇ રોકડિયા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિત પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande