પોરબંદર જિલ્લામાં ચાર સ્થળો ચાલતા જુગારધામ પર દરોડામાં 18 જુગરીઓ ઝડપાયા
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જુગારની પ્રવૃત્તિઓને ડામવા સૂચના આપવામાં આવી છે. જે સુચનાને આધારે રાણાવાવ પોલીસો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આદિત્યાણા, અમરદળ અને ઠોયાણાથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી જુગારધારા
જિલ્લા માં ચાર સ્થળો ચાલતા જુગારધામ પર દરોડામાં 18 જુગરીઓ ઝડપાયા.


જિલ્લા માં ચાર સ્થળો ચાલતા જુગારધામ પર દરોડામાં 18 જુગરીઓ ઝડપાયા.


પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જુગારની પ્રવૃત્તિઓને ડામવા સૂચના આપવામાં આવી છે. જે સુચનાને આધારે રાણાવાવ પોલીસો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આદિત્યાણા, અમરદળ અને ઠોયાણાથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી જુગારધારાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બગવદર પોલીસે બાવળની કુણવદર ગામમાં ભોજેશ્વર તળાવના કાંઠે બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે અમરદળ ગામે ખાટં ફળીયુ ચામુંડા માતાજીના મંદિર પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી હિતેશ કાનાભાઈ ગોહલ, ખોડા રામજીભાઈ મકવાણા, સુરેશ લાલજીભાઈ ગોહલ, માલદે રામજીભાઈ મકવાણા અને મફેશ ભીખભાઈ ગોહલ નામના પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી 16,350 ની રોકડ કબ્જે કરી હતી. તેમજ આદિત્યાણા મરેપરા રસ્તા પર જાહેરમાં જુગાર રમતા રાણા ગોગનભાઈ કોડીયાતર અને હરદાસ લાખાભાઈ ડોકલ નામના બે શખ્સોને 2600 ની રોકડ સાથે તથા ઠોયાણા પંચાયત ઓફીસ પાસે જાહેરમાં જુગાર રમતા એભા અરશીભાઈ ઓડેદરા, નાથા ઉફે ભીમા લીલાભાઈ ભૂતિયા, પરબત જખરાભાઇ ભૂતિયા, દીલીપ લીલાભાઈ ઓડેદરા, રાજેશ માલદેભાઈ મકવાણા અને ભોજા સુકાભાઈ ઓડેદરા નામના છ શખ્સોને 17,200ની રોકડ સાથે ઝડપી રાણાવાવ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બગવદર પોલીસે કુણવદર ગામમાં ભોજેશ્વર તળાવના કાંઠે બાવળની કાર્ટમાં જાહેરમાં જુગાર રમતા રણમલ લીલાભાઇ કારાવદરા, હરીશ નરશીભાઈ ગોહલ, રણજીત વીરમભાઈ કારાવદરા, વિજય લખમણભાઇ કારાવદરા અને મીલન સાજણભાઈ કારાવદરા નામના પાંચ શખ્સોને ઝડપી બગવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande