
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મહિલાન રહેણાંક મકાનમા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલ કબ્જે કરી હતી. આ દરોડા દરમ્યાન મહિલા હાજર મળી આવી ન હતી રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી શાંતિબેન ખીમાભાઈ નામની મહિલાના રહેણાંક મકાનમા વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો. આ દરમ્યાન પથ્થરના થપ્પામા છુપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ-12 કિંમત રૂ.1200નો મુદામાલ મળી આવ્યો હતો આ દરોડા દરમ્યાન મહિલા હાજર મળી આવી ન હતી તેમની સામે પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya