
જમ્મુ, નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.) બોર્ડર
પોલીસ પોસ્ટ સાઈ સેક્ટર અરનિયાના અધિકારક્ષેત્ર હેઠળ, ગરોરે નાલા નજીક સરદારી
રમતના મેદાનમાં શનિવારે સવારે લગભગ 06-55 વાગ્યે શંકાસ્પદ પાકિસ્તાની બલૂન જોવા મળવાની માહિતી,
પોલીસને મળી હતી. બોર્ડર પોલીસ પોસ્ટ સાઈની એક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી
ગઈ હતી અને વિસ્તારને સુરક્ષિત કર્યો હતો. આ લીલો અને સફેદ રંગના આ બલૂનને કબજે
કરવામાં આવ્યો હતો.
જપ્ત કરાયેલી વસ્તુને આગળની તપાસ અને નિર્ધારિત પ્રક્રિયાઓ
અનુસાર જરૂરી કાર્યવાહી માટે બોર્ડર પોલીસ પોસ્ટ સાઈમાં રાખવામાં આવી છે. પદાર્થના
સ્ત્રોત અને હેતુની ખાતરી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસ સતર્ક છે અને લોકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા
પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા વિનંતી કરે છે, એમ અધિકારીઓએ
જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ