ઈરાનથી 312 ભારતીય માછીમારો સુરક્ષિત પરત ફર્યા
નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.) ઈરાનમાં ફસાયેલા 312 ભારતીય માછીમારો આર્મેનિયા થઈને સુરક્ષિત ઘરે પરત ફર્યા છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી કે, 312 ભારતીય માછીમારોને ઈરાનથી સુરક્ષિત રીતે ભારત પરત લાવવા
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર


નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.) ઈરાનમાં ફસાયેલા 312 ભારતીય માછીમારો આર્મેનિયા થઈને સુરક્ષિત ઘરે પરત ફર્યા છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી કે, 312 ભારતીય માછીમારોને ઈરાનથી સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. તેમણે આર્મેનિયા સરકાર અને તેના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાનનો વિશેષ આભાર માન્યો હતો. જયશંકરે કહ્યું કે, આર્મેનિયાના સમર્થનથી જ આ કઠિન ઓપરેશન શક્ય બન્યું હતું.

વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ સાથે સંકલનમાં આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

આ માછીમારો વિવિધ કારણોસર લાંબા સમયથી ઈરાનમાં ફસાયેલા હતા. ભારત સરકારે તેમની સલામત પરત ફરવા માટે સતત પ્રયાસો કર્યા હતા. તેમને પહેલા ઈરાનથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તમામ જરૂરી કાગળની કાર્યવાહી અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમના ભોજન, આરોગ્ય તપાસ અને અન્ય સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અગાઉ 5 એપ્રિલના રોજ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનમાં ફસાયેલા કુલ 345 ભારતીય માછીમારો આર્મેનિયા થઈને સુરક્ષિત રીતે ચેન્નાઈ પહોંચ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande