

પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણીમા ભાજપે ચાય નીતી આપનાવી હતી હોવાની ચર્ચા શહેરમાં જોવા મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકામા નવા ચહેરાને તક આપવામા આવી છે. નગરપાલિકાની ચુંટાયેલા સભ્યોમાંથી મોટાભાગના લોકોના પત્તા કપાવામા આવ્યા છે ભાજપે જે યાદી જાહેર કરી તેમા 52 પૈકી 36 જેટલા ચહેરા નવા આપ્યા છે. બાકીના 16 એવા ઉમેદાવારો એવા છે. જુના જોગીના પરિવાર કે સંબધીઓને ટીકીટ આપી અને નારાજગી તારાજગી દુર કરવાની પ્રયાસ કરવામા આવ્યો હોવાનુ કહેવાય છે. મનાપના શાશાને સુદ્રઢ બનાવામા માટે ભાજપે અગાઉથી રણનીતી બનાવી છે.જોકે કેટલાક સમાજને પ્રતિનિધિ નથી મળ્યુ તો કેટલાક સમાજને જોઇએ તેવુ પ્રતિનિધિ નથી એવો પણ સુર ઉઠયો છે. આવી પરિસ્થિતિમા ભાજપને 52 બેઠક જીતવા માટેની રણનીતી બનાવી છે. જોકે હાલ જે નારાજગી છે તેમને થાળે પાડવા પ્રયાસ કરવામા આવી રહ્યોછે. તો બીજી તરફ જીલ્લા અને તાલુકા પંચાયતમા પણ નવા ચહેરાને તક આપવામા આવતા ગ્રામ્ય વિસ્તારોમા પણ નારાજગી જોવા મળી રહી હોવાનુ કહેવાય છે. કેટલાક આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનુ પણ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya