નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપને બિનહરીફ ત્રણ બેઠકો પર જીત
નવસારી, 11 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગરમાહટ વચ્ચે નવસારી જિલ્લામાં ભાજપે મતદાન પહેલાં જ જીતની શરૂઆત કરી છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 3 બેઠકો પર પક્ષે બિનહરીફ વિજય મેળવી રાજકીય માહોલમાં આગવી લીડ મેળવી છે. ગણદેવી ત
Navsari


નવસારી, 11 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગરમાહટ વચ્ચે નવસારી જિલ્લામાં ભાજપે મતદાન પહેલાં જ જીતની શરૂઆત કરી છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 3 બેઠકો પર પક્ષે બિનહરીફ વિજય મેળવી રાજકીય માહોલમાં આગવી લીડ મેળવી છે.

ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિરોધ પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા નહોતાં, જેના કારણે ભાજપના ઉમેદવારોને સીધા જ વિજેતા જાહેર કરવામાં આવ્યા. દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ઘેજ બેઠક પરથી અમિતાબેન પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

કુલ બેઠકોના આશરે 10 ટકા પર પહેલાથી જ જીત નોંધાવતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સફળતા નિમિત્તે સ્થાનિક નેતાઓ અને સમર્થકોએ ઉજવણી કરી, ફૂલહાર પહેરાવી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande