
ઇમ્ફાલ, નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.). મણિપુરના ઉખરુલ જિલ્લામાં કુકી અને નગા ઉગ્રવાદી સંગઠનો વચ્ચે ગોળીબારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) નો એક જવાન શહીદ થયો છે.
આ ઘટના લિટોન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મોંગકોટ ચેપુ વિસ્તારમાં બની હતી, જ્યાં બંને ઉગ્રવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, એમ સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું. બીએસએફની 170મી બટાલિયનના કોન્સ્ટેબલ મિથુન મંડલ, ફરજ દરમિયાન શહીદ થયા હતા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર /શ્રીપ્રકાશ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ