ગોંડલ સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતાથી મુસાફરનો મોબાઇલ સુરક્ષિત પરત અપાયો
ભાવનગર, 11 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મંડળના ગોંડલ રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાનું એક પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. તારીખ 10 એપ્રિલ, 2026ના રોજ યાત્રી ગાડી નંબર 19208 રાજકોટ–પોરબંદર એક્સપ્રેસ ગોંડલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર
ગોંડલ સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતાથી


ભાવનગર, 11 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મંડળના ગોંડલ રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાનું એક પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે.

તારીખ 10 એપ્રિલ, 2026ના રોજ યાત્રી ગાડી નંબર 19208 રાજકોટ–પોરબંદર એક્સપ્રેસ ગોંડલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર સાંજે અંદાજે 17:00 વાગ્યે આવીને નીકળી ગઈ હતી. ગાડી નીકળી ગયા બાદ તરત જ ડ્યુટી પર રહેલી રેલવે પોઇન્ટ્સમેન હેમવર્ષાબેનને રેલવે ટ્રેક પર મોબાઇલ ફોનની રિંગ વાગતી સંભળાઈ. તેમણે તાત્કાલિક સતર્કતા દાખવી મોબાઇલને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધો અને તેની જાણ રેલવે સુરક્ષા દળ (RPF) ગોંડલના હેડ કોન્સ્ટેબલ ઉત્પલભાઈને કરી.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મોબાઇલ પર સંપર્ક સ્થાપિત કરતા જાણવા મળ્યું કે આ મોબાઇલ સાદિયા બેન (પત્ની શબ્બીર), નિવાસી ધોરાજી, જિલ્લા રાજકોટનો છે, જે ગોંડલથી ધોરાજી જવા માટે આ જ ગાડીમાં મુસાફરી કરી રહી હતી. ઉતાવળમાં સામાન રાખતા અને ટ્રેનમાં ચઢતી વખતે તેમનો મોબાઇલ પડી ગયો હતો.

મુસાફરને મોબાઇલ ગોંડલ સ્ટેશન પર સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી. ત્યારબાદ તેમના સગા મો. યુસુફ અહમદભાઈ, નિવાસી ગોંડલ, સ્ટેશન પર હાજર થયા. જરૂરી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રેલવે કર્મચારીઓ અને RPF સ્ટાફ દ્વારા મોબાઇલ તેમને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો. મોબાઇલ પ્રાપ્ત થયા બાદ મુસાફર અને તેમના પરિવારજનોએ રેલવે તથા RPF કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માએ જણાવ્યું કે ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને આવી ઘટનાઓ રેલવે કર્મચારીઓની જવાબદારી અને જાગૃતિને દર્શાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande