
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જામનગરના રિલાયન્સ ટાઉનશીપમાં ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ અવસરે આકાશમાં સંખ્યાબંધ ડ્રોનથી જાજરમાન રંગોળી કરાઇ હતી. ડ્રોન મારફતે ગણપતિ મહારાજ, અનંત અને રાધિકા અંબાણી, જય શ્રી રામ, અંબાણી પરિવાર સહિતના અનેક આકર્ષક દ્રશ્યો રજુ કરાયા હતા.
અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી અને અંબાણી પરિવારની મહેમાનગતિ માણી બોલિવૂડ જગતની હસતીઓ ફરી મુંબઈ જવા રવાના થયા હતા.
રિલાયન્સના આંગણે ભવ્ય જમાવટ બાદ તા. 9 ની રાત્રે 11:30 વાગ્યે જ સંજય દત્ત પરત મુંબઈ જવા રવાના થતા એરપોર્ટ પર નજરે પડ્યા હતા. ત્યારબાદ તા. 10 ના રોજ બપોરે જવાન ફિલ્મના ડાયરેક્ટર એટલી મુંબઇ જવા માટે એરપોર્ટથી હવાઇ માર્ગે રવાના થયા હતા.
બાદમાં સચેત અને પરંપરા રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયા સહિતના બુલિવૂડ સ્ટાર રવાના થયા હતા. વધુમાં એરપોર્ટ પર રણવીર સિંહની વિનમ્રતાએ ચાહકોના દિલ જીતી લિધા હતા.
તેમને નીચે બેસીને એક દિવ્યાંગ ફેનને ટીશર્ટ પર ઓટોગ્રાફ આપ્યો હતો ચાહક પ્રત્યેના આવા ભાવને લોકોએ ખૂબ અવકાર્યો હતો. બીજી બાજુ ગઈકાલે રાત્રે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન સલમાન ખાન પણ પરત રવાના થયા હતા. આ વેળાએ તેઓએ પણ દિવ્યાંગ ચાહકને ઓટોગ્રાફ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt