જામનગરમાં કારખાનામાંથી રૂ.1.08 લાખના બ્રાસછોલની ચોરી
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગર ખીજડિયા બાયપાસ પાસે વધુ એક કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે કારખાનાને નિશાન બનાવી ત્રાટકેલાં તસ્કરો કારખાનમાં રાખેલ કોમ્પ્યુટર, પ્રિન્ટર, પિત્તળ, કોપર સહિતનો ભંગારનો મુદ્દામાલ તથા બ્રાસપાર્ટનો છોલ સ
ચોરી


જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગર ખીજડિયા બાયપાસ પાસે વધુ એક કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે કારખાનાને નિશાન બનાવી ત્રાટકેલાં તસ્કરો કારખાનમાં રાખેલ કોમ્પ્યુટર, પ્રિન્ટર, પિત્તળ, કોપર સહિતનો ભંગારનો મુદ્દામાલ તથા બ્રાસપાર્ટનો છોલ સહિતનો 1.08 લાખની કિંમતની માલમત્તા ચોરી ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી મેળવી આરોપીઓના સગડ દબાવવા કવાયત હાથ ધરી છે.

પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ ગત્ તા.3-4-2026ના રોજ રાત્રે આઠ વાગ્યાથી તા.4.4.2026 ના સવારે 8 00 વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે જામનગર-રાજકોટ હાઇવે રોડ પર માનસી હોટલ પાછળ વિકલ્પ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ ખોડિયાર પ્લાસ્ટિક નામના કારખાનામાં તસ્કરો ખાબક્યા હતાં.

અજાણ્યા તસ્કરો કારખાનામાં રાખેલ રૂા.20,000 ની કિંમતનું કોમ્પ્યુટર તથા પ્રિન્ટર, રૂા.50,000 ની કિંમતનો 60 કીલો જેટલો પિત્તળનો ભંગાર, રૂા.14,000 ની કિંમતનો 20 કીલો કોપરનો ભંગાર, રૂા.22,000 ની કિંમતનો અંદાજે 20 કિલો બ્રાસ પાર્ટનો છોલ તથા ઇલેક્ટ્રિક સગડી, પંખો, ટેપ તથા હેલોજન લાઇટ સહિત કુલ રૂા.1,08,800 ના મુદ્દામાલની ચોરી કરી નાશી ગયા હતાં.

ચોરીના આ બનાવ અંગે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં જયદીપભાઈ રમેશભાઈ વેકરિયા (ઉ.વ.27)એ પોલીસને જાણ કરતાં પંચકોષી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે બીએનએસની કલમ 331(4), 305 મુજબ ગુન્હો નોંધી આસપાસના વિસ્તારોના સીસીટીવી તપાસી અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande