
દાહોદ, 11 એપ્રિલ (હિ.સ.) દાહોદમા જામ્યો ચૂંટણી નો માહોલ દાહોદ નગરપાલિકા મા નવા સભ્ય ને ટિકિટ મળતા બળવા અને પક્ષપલટા વચ્ચે ઉમેદવારી પત્રો ભરાયા
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ દાહોદ માં ટૂંકા સમયગાળામાં સેન્સ પ્રક્રિયા અને પછી તરત નમોની જાહેરાત થી જુના જોગીયો સ્તબ્ધ પોતાના નામો કપાતા જ ટિકિટ વાંછુઓ એ પક્ષ પલટો કરી અમુક લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા હતા આ તમામ બાબતો થી દાહોદમાં ચૂંટણી નો માહોલ ગરમાયો પણ જુના જોગીઓએ પક્ષપલટો કરી કોંગ્રેસ માંથી ટિકિટ લઈ ફોર્મ ભરતા લોકોમા નારાજગી ફેલાઈ હતી.આમ નગરપાલિકા દાહોદ ની ચૂંટણી માટે ફાર્મ ભરાયા હતા.
નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હોય દાહોદ નગરપાલિકા ચૂંટણીના નામાંકનના શાસક પક્ષ વિપક્ષ તથા અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો લઈ પ્રાંત કચેરી ખાતે ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah