પોરબંદરમાં વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના પંચવટી વિસ્તારમા રહેતા છોટાલાલ નારણદાસ રાયચુરા(ઉ.વ81) તથા તેમના પત્નિ સવિતાબેન છોટાલાલ રાયચુરા (ઉ.વ79) એ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દંપતીના ઘરેથી સુસાઈડ નોટ પણ મળી આ
પોરબંદરમાં વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી


પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના પંચવટી વિસ્તારમા રહેતા છોટાલાલ નારણદાસ રાયચુરા(ઉ.વ81) તથા તેમના પત્નિ સવિતાબેન છોટાલાલ રાયચુરા (ઉ.વ79) એ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દંપતીના ઘરેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં દંપતીએ લાંબી બિમારીને કારણે પગલું ભર્યું છે. આર્થિક કોઇ મુશ્કેલી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દંપતિનું પરિવારજનો દ્વારા ચક્ષુ દાન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande