પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અશ્વિન પટેલનો અપક્ષ દાવ, જિલ્લા કોંગ્રેસ સામે નારાજગી
પાટણ, 11 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે બાલિસણા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે જિલ્લા સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા 2017થી પક્ષમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાન
પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા  અશ્વિન પટેલનો અપક્ષ દાવ, જિલ્લા કોંગ્રેસ સામે નારાજગી


પાટણ, 11 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે બાલિસણા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે જિલ્લા સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા 2017થી પક્ષમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ પક્ષની વિચારધારા સામે નહીં પરંતુ સ્થાનિક નેતાગીરીના વહીવટ સામે છે.

પટેલના જણાવ્યા મુજબ પાટણ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. નેતાગીરીની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થતા તેઓ અસંતોષમાં આવ્યા અને અંતે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો.

ચૂંટણી અંગે તેમણે કહ્યું કે આ વખતે તેમણે પક્ષ પાસે ટિકિટની માંગણી જ કરી નહોતી. તેમના મતે જિલ્લામાં ટિકિટ આપવાની પ્રક્રિયા પૂર્વનિયોજિત હોય છે અને માંગણી કરવાથી બિનજરૂરી પ્રશ્નો ઊભા થાય, તેથી સીધો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો રસ્તો પસંદ કર્યો.

અશ્વિન પટેલ છેલ્લા 15 દિવસથી પોતાના મતવિસ્તારમાં આશરે 15 ગામોમાં લોકસંપર્ક કરી રહ્યા છે. બાલિસણામાં સભ્ય, ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ તરીકેનો અનુભવ ધરાવતા તેઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે અને પોતાના કાર્યના આધારે અપક્ષ તરીકે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande